Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તા. 1 માર્ચ થી 7 માર્ચ થશે જન ઔષધિ સપ્તાહની ઉજવણી; પ્રધાનમંત્રી જન ઔષધિ દ્વારા સમગ્ર દેશમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે



તા. 1 માર્ચના રોજ ગાંધીનગર ખાતે જન ઔષધિ જન ચેતના પદયાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરીકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતભરમાં કૂલ 15000થી વધુ જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જીકલ આઇટમ બજારકિંમત કરતા 50% થી 90% સસ્તા ભાવે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા 80થી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. સંચાલિત ગાંધીનગરમાં આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે. જન ઔષધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા સવારે 09:00 વાગ્યે ભારત માતા મંદિર, સેકટર-7થી શરૂ થશે અને ઘ-2 સર્કલ થઈને પથિકાશ્રમ થઇ સિવિલ હોસ્પિટલ સુધી જશે. જેમાં જન ઔષધિની વિવિધ દવાઓ અને સર્જીકલ આઈટમ વિષે લોકોને જાણકારી પણ આપવામાં આવશે.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષીણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ તથા સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પદયાત્રામાં સામાન્ય નાગરીકોને પણ મોટી સંખ્યામાં જોડાવવા માટે આમંત્રણ અને આહ્વાન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

ઉનાળાનો આકરો તાપ શરુ : બારડોલીમાં ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં કાપ મુકાયો

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકોએ મંજીરા વગાડી તંત્રને ઢંઢોળવા કર્યો નવતર વિરોધ

Karnavati 24 News

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Gujarat Desk

સુરત શહેરના મોટા વરાછાના કોર્પોરેટર રાજુ મોરડીયા વિરુદ્ધ ખંડણીની માંગ બાબતે નોંધાઈ પોલીસ ફરિયાદ

Gujarat Desk

પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી

Admin

કલેકટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત આકસ્મિક તપાસ દ્વારા બિનઅધિકૃત ખનીજનો જથ્થો પકડતા દહેગામ મામલતદારશ્રી

Gujarat Desk
Translate »