Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કલેકટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત આકસ્મિક તપાસ દ્વારા બિનઅધિકૃત ખનીજનો જથ્થો પકડતા દહેગામ મામલતદારશ્રી



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

6 વાહનો મળી કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોકલેકટરશ્રી ગાંધીનગર દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ઇસમોને રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે ભૂસ્તરની ટીમ દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જ રહી છે, પણ સાથે સાથે વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ બન્યું છે. જેના ભાગરૂપે દેહગામ મામલતદારશ્રી દ્વારા પણ આકસ્મિક તપાસ હાથ ધરી પરવાનગી વિનાની સાદી રેતી ખનીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.કલેક્ટરશ્રી,  ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કલોલ તાલુકાનાપલીયડ પાસેથી ડમ્પર નં. AS-02-DC-7578 માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા ૧૨.૨૯ મેં. ટન વધુ વહન કરતા તથા ગાંધીનગર તાલુકાના પાસેથી  ડમ્પર નં. GJ-13-AW-6826 માં સાદીમાટી ખનિજના રોયલ્ટી પાસ કરતા ૦૬.૧૨ મેં. ટન વધુ વહન કરતા, અને કલોલ તાલુકાના મુલસાણા પાસેથી ડમ્પર નં- GJ-24-X-6828માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર ૨૮.૭૨ મેં. ટન બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. કલેક્ટરશ્રી, ગાંધીનગરની સંબધિત કચેરીના વડાઓને તેઓના કાર્યક્ષેત્રમાંથી ખનીજ ચોરી ન થાય તે માટે આપેલ સુચના અન્વયે મામલતદારશ્રી દહેગામ દ્વારા નારણાવટ, તા.દહેગામ  ખાતે આકસ્મિક તપાસ કરતા સ્થળે બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજનો જથ્થો કોઈ પરવાનગી મેળવ્યા વિના બિનઅધિકૃત સંગ્રહ કરેલ સ્થળેથી મળી આવ્યો હતો. ઉપરાંત નંબર પ્લેટ વિનાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર,  નંબર પ્લેટ વિનાનું ટર્બો ટ્રક, નંબર પ્લેટ વિનાનું જે.શી.બી. મશીન પકડી જપ્ત કરવામાં આવ્યું છે.  બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આમ, કુલ ૦૬ વાહનો/મશીનની આશરે કુલ ૧.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

संबंधित पोस्ट

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા, યુવક સહિત બહેન-બનેવીનું અપહરણ કરાયું

Gujarat Desk

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), શ્રી પ્રતાપરાવ જાધવ 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે હોમિયોપેથીક સંમેલનનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

Admin
Translate »