પાટણ માં રાજપૂત સમાજના આગેવાને અનાથ આશ્રમના બાળકો વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી ” પશ્ચાત સાંસ્કૃતિનું આંધળું અનુકરણ કરતા લોકો માટે એક ઉદાહરણ રૂપ ઉજવણી ” રાજપૂત સમાજના અગ્રણી અને પદ્મ નાથ વિસ્તારની ૧૭ સોસાયટી ઓના સંગઠનના પ્રમુખ અને રોટરી કલબ ઓફ પાટણ સિટીમાં મેમ્બર મદારસિંહ ગોહિલનો જન્મ દિવસ હતો સૌ પ્રથમ સવારે સિદ્ધરાજ જયસિંહ દેવ સોલંકી સ્થાપિત અને પાટણ નગરના નગર દેવી શ્રી મહાકાળી મા ના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરી ત્યારબાદ રોટરી કલબ ઓફ પાટણ સીટી ના આયોજન તળે હિન્દુ અનાથ આશ્રમ ખાતે ના બાળકો વચ્ચે જન્મદિવસ ની ઉજવણી કલબના પ્રમુખ મુકેશ દેસાઈ . સિનિયર મેમ્બર ડૉ . કિરીટ પટેલ . ડો . જે . જે . ઠક્કર . ડૉ . નિશાંત ગુપ્તા ની હાજરીમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરી બાળકો ને કચરિયું અને વેફર આપવામાં આવી . હાજર તમામ લોકો એ શુભેચ્છા પાઠવી . આ કાર્યક્રમ માં મંત્રી મંથનભાઈ અને રાજપૂત સમાજ ના મંત્રી રતન સિહ સોલંકી ભેમુજી વાઘેલા પ્રોફેસર જયભા , ધ્રુવ દશરથભાઈ દરજી, પી.આર.ઠક્કર વેદ ટાઉનશિપ ના પ્રમુખ અનિલભાઈ રાવલ . હરસિલ સોમપુરા , હર્ષ પટેલ અને સંસ્થાના અને મદારસિંહ ગોહિલ પરિવારજનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી
