Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

હોન્ટેડ પ્લેસઃ અમદાવાદ સહિત ગુજરાતની આ જગ્યાઓ ભૂતોનો ત્રાસ છે.

અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.
અમદાવાદ: દેશદુનિયામાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે…

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જોકે, આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.

संबंधित पोस्ट

રાજ્યમાં સરેરાશ ૧૦૦% વરસાદ: ૧૦ તાલુકામાં ૫૦% અને ૬૧ તાલુકામાં ૮૦% વરસાદ નોંધાયો

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin