Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

દાદરા નગર હવેલી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ ટુકડી દ્વારા શહીદોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી આપી હતી. જેમાં DNH દમણ દીવ IG સહીત અન્ય પોલીસ અધિકારી ભાગ લીધો હતો. બાદમાં પુષ્પચક્ર અર્પિત કર્યા બાદ દરેક અધિકારી શહીદ સ્મારક સામે ઉભા રહી પોલીસ બેન્ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે લાસ્ટ પોસ્ટની ધૂન વગાડવામાં આવી. ત્યારબાદ દરેક પોલીસ અધિકારી શહીદોની યાદમાં બે મીનીટનું મોંન રાખ્યું હતું. બાદમાં દરેક પોલીસ અધિકારી દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદેશ્ય આજના દિને વર્ષ 1959માં ભારતીય પોલીસ દળની એક ટીમ લડાખ વિસ્તારમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત હતી એક પહાડી પર છુપાયેલ ચીની સૈનિકની મોટી ટુકડીએ એમના પર અચાનક આક્રમણ કરી દીધું હતું જેમાં પોલીસ દળના 10 જવાનો મુઠભેડમાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. ત્યારથી દર વર્ષે શહીદોની યાદમાં અને સાથે દેશની સેવામાં પ્રાણ ન્યોચ્છાવર કરવાવાળા દરેક પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં દીવ દમણ અને DNH ઇન્ચાર્જ IG, SP, DYSP, SDPO, IPS અધિકારીઓ PI તેમજ દમણ પોલીસના અધિકારી સેલવાસ ફાયર વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

કુકાવાવ તાલુકાના જીથુડી ગામે ડોકટર આબેડકરનગર દલીત વાસમાં પીવાના પાણીની જટીલ સમસિયા

Karnavati 24 News

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

Admin

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News