Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત જિલ્લાના પલસાણાના સોયાની ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના : લકઝરી ચાલકે તુફાન જીપને અડફેટે લીધી : બે ઇજાગ્રસ્ત

સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના સોયાની ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.લકઝરી બસે તુફાન જીપને અડફેટે લીધી હતી જેમાં અકસ્માતની ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી હાલ તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને પલસાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સોયાણી ગામના પાટીએ રવિવારના રોજ વહેલી સવારે નેશનલ હાઈવે નંબર 6 પર બેફામ દોડતી પ્રાઇવેટ લકઝરી બસે તુફાન જીપને ટક્કર મારતા દંપતી ઘાયલ થયું હતું જાણવા  મળ્યું હતું કે  મહારાષ્ટ્રના જલગાવથી દંપતી તુફાન જીપ લઈ પલસાણાના સોયાણી ગામની સગુન રેસિડેન્સીમાં લગ્ન પ્રસંગે આવ્યું હતું લગ્નમાં હાજરી આપ્યા બાદ સુરત ખાતે  સંબંધિત સગાને મળવા માટે દંપતી તુફાન જીપ ( ન.  MH 19 BU 9650) લઈ જઈ રહયા હતા તે  જે દરમિયાન સોયાણી ગામના પાટીએ કાવ્યા હોટલ નજીક નેશનલ હાઈવે નંબર 6 પર કડોદરા તરફથી પુરઝડપે આવતી લકઝરી બસ (નબર GJ 03 W 9985) ના ચાલકે તુફાન જીપને આગળના ભાગેથી ટક્કર મારતા જીપમાં બેઠેલ દંપતી સમાધાન રાવા પાટીલ તેમજ પત્ની ગીતાબેન સમાધાન પાટીલને ગંભીર ઈજાઓ થતા   ઇજાગ્રસ્તોને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડયા હતા જયાંથી  સુરતની નવી સિવિલ હોસ્પિટલથી કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે અકસ્માત અંગે નોંધ લેવાની તજવીજ હાથધરી છે.

संबंधित पोस्ट

છોટાઉદેપુર ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ; પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી

Gujarat Desk

અગાઉ લીઝ ઉપર આપેલા સારંગપુરના પ્લોટનો AMC કબજો લઈ ૧.૫૬ કરોડ ભાડુ વસૂલશે

Gujarat Desk

સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવતા સમગ્ર પ્રજાપતિ સમાજે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો

Gujarat Desk

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ

Gujarat Desk

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News
Translate »