Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૯.૪૧ લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ અપાયો:  મંત્રી શ્રી ઋષિકેશ પટેલ



(જી.એન.એસ) તા. 20

કચ્છ,

કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાં નાગરિકોને લાભ આપવામાં આવ્યો છે તે સંદર્ભમાં જવાબ આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સેવાસેતુ કાર્યક્રમના કુલ ૧૦ તબક્કા યોજાયા છે. જેમાં કચ્છ જિલ્લામાં ૯,૪૧,૮૪૮ લાભાર્થીઓએ આ સેવાઓનો લાભ લીધો છે.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વિશે પૂછેલા પેટા પ્રશ્નનોના ઉત્તરમાં મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ તથા અન્ય વિભાગોની કુલ ૫૫ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે.

સેવાસેતુ કાર્યક્રમમાં પ્રજાની આવકના દાખલા, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, લર્નીંગ લાયસન્સ, સાતબાર/આઠ-અના પ્રમાણપત્રો, નવું બેંક એકાઉન્ટ ખોલાવવું, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.એમ.જેમાં અરજી,લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી વધુની સબસિડી આપી

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું

Gujarat Desk

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News

સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદા બાબતે ચુસ્તપણે કાર્યવાહી કરશે

Gujarat Desk

ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંક સાથે 64 કરોડની છેતરપિંડી

Gujarat Desk

શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે માણેકવાડીનાં યુવાનની હત્યા કરાઈ, ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો

Gujarat Desk
Translate »