(જી.એન.એસ) તા.૪
કચ્છ,
મેનેજરે સીઆઈડી ક્રાઈમમાં કંપનીના માલિકો સામે ફરિયાદ નોંધાવી છે. કચ્છ, ગાંધીધામમાં આવેલી ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકની બ્રાંચમાં 12 જેટલા બિલ્ડરોએ બિલ્ડીંગના બાંધકામને બદલે લોનનો અંગત વપરાશમાં ઉપયોગ કરી લોનની ચૂકવણી ન કરી બેંકને 64 કરોડનો ચૂનો ચોંટાડ્યો હોવાની CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતા મળતી માહિતી મુજબ વાસણામાં રહેતા ઓમ ઈન્ફ્રાટેક અને બાગેશ્રીના માલિકો અમન અને બીજલ મહેતાએ બેંકમાં નકલી દસ્તાવેજો જમા કરી બિઝનેસ લોન લીધી હતી. પરંતુ સમસયર ભરપાઈ કરી નહોતી, જે હેતુ માટે લોન લીધી હતી તેના માટે વપરાઈ નહોતી. અનુસંધાને ધી મહેસાણા અર્બન કો.ઓ. બેંકના લીગલ મેનેજરે સીઆઈડી ક્રાઈમમાં કંપનીના માલિકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાંધીધામ, નવસારી, અંજાર, કચ્છમાં રહેતા આરોપીઓ સામે ફરિયાદ નોંધી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે. આ બધા આરોપીઓએ ખોટા વેલ્યૂએશન રિપોર્ટ, નકલી બાંધકામના દસ્તાવેજો બેંકમાં રજૂ કર્યા હતા. 2016થી 2023 સુધી નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હતી.