Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદા બાબતે ચુસ્તપણે કાર્યવાહી કરશે



(જી.એન.એસ) તા. 3

સુરત,

દ્વિ ચક્રીય વાહન ચાલકો અને તેમની પાછળ બેઠેલા લોકો પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે.

હાઇકોર્ટ અને રાજ્ય સરકારના આદેશના પગલે સુરત પોલીસ આગામી ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરવા જઈ રહી છે. 14 ફેબ્રુઆરી સુધી સુરત પોલીસ હજી પણ વાહનચાલકોને ફરજિયાત પણે હેલ્મેટ પહેરે તે માટેની સમજણ આપવાની છે. જોકે 15 ફેબ્રુઆરી થી લોકો ફરજિયાત ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરે તો આવા વાહનચાલકોએ દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. એટલું જ નહીં પરંતુ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત રીતે પાલન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવશે. 14 ફેબ્રુઆરી સુધી પોલીસ વાહન ચાલકોને હજી સુધી હેલ્મેટ પહેરવા માટેની સમજણ આપશે. પરંતુ 15 ફેબ્રુઆરીથી જ હેલ્મેટના ચુસ્ત કાયદાની અમલવારી શરૂ થઈ જશે. સુરત પોલીસ દ્વારા હમણાં 45 દિવસ સુધી હેલ્મેટ અંગેનું કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદ પોલીસ હેલ્મેટના કાયદાનું વાહન ચાલકો ચુસ્ત રીતે પાલન કરે તે માટેની કાર્યવાહી સુરત પોલીસ તરફથી કરવામાં આવશે.

संबंधित पोस्ट

બેગુસરાયમાં CTET પાસ ઈ-રિક્ષાવાળા!

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૩૧૩ કરોડથી વધુની DBT દ્વારા સહાય મળી

Gujarat Desk

રાજ્યની તમામ સગર્ભા બહેનોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જે કોઈપણ આવશ્યક આરોગ્ય સેવાની જરૂર હોય તે પૂરી પાડવા માટે સરકાર હંમેશા તત્પર : આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

સરગાસણના દંપતિને ડિજિટલ એરેસ્ટ કરી ૨.૫૦ લાખ રૃપિયા પડાવી લીધા

Gujarat Desk

AC ના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં મુન્દ્રામાં સુર્યાનગરમાં એક ઘરમાં આગ લાગતા પિતા-પુત્રી નું કરૂણ મોત, માતાની હાલત ગંભીર

Gujarat Desk

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Gujarat Desk
Translate »