Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું



(જી.એન.એસ) તા.૨૧

અમદાવાદ,

અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત ઑક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચો.મી. વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો, આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે. આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ ચંપા, નાળિયેરી, મોગરા, મધુકામિની, બોરસલી, બીલીપત્ર, ગરમાળો, પીન્ટુ ફોરમ, લીમડો, બદામ, ગુલમહોર, સાગ, કેસુડો, કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મીલીયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્રિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક/અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડનની વાત કરીએ તો કુલ 303 જેટલા ગાર્ડનનો સમાવેશ થાય છે જેમાં મધ્ય ઝોનમાં 20, પૂર્વ ઝોનમાં 28, ઉત્તર પશ્રિમ ઝોનમાં 28, ઉત્તર ઝોનમાં 43, દક્ષિણ પશ્રિમ ઝોનમાં 29, દક્ષિણ ઝોનમાં 31, પશ્રિમ ઝોનમાં 81 અને રિવરફ્રન્ટ વિસ્તારમાં 5 મળી કુલ 303 ગાર્ડનનો સમાવેશ થાય છે.જે અંતર્ગત ચાલુ વર્ષે પણ શહેરની ગ્રીનરીમાં વધારો થાય અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે.આ પ્રતિબદ્ધતા ને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  આ વધુ એક ઓકિસજન પાર્ક નું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર શ્રી એમ.થેન્નારસન સહિત મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ – પદાધિકારીઓ તથા કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

તાપી જિલ્લાને ૪૯ ઇ-વ્હીકલની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

Karnavati 24 News
Translate »