Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના ૧૧૪ રસ્તાઓનાં કામો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૨ કરોડ રૂપિયા ફાળવાયા : મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા



૨૮૭ કિમી લંબાઈના રસ્તા બનતા ૧૧૪ ગામની એક લાખથી વધુ જનતાને લાભ મળશે

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકામાં મંજૂર થયેલા રસ્તાઓના કામો અંગેના પ્રશ્નની વિગતો આપતા રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગે વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે  છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૬૮, જ્યારે સંખેડા તાલુકાના ૪૬ મળી  ૧૧૪ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓની કુલ લંબાઈ ૨૮૭ કિમી જેટલી થાય છે. જેનાથી આશરે ૧૭૪ ગામના એક લાખથી વધુ લોકોને લાભ મળશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૫૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે પૈકી આઠ કામ સંપૂર્ણ થઈ ગયા છે, જ્યારે અન્ય ૫૬ કામો હાલ પ્રગતિમાં છે. આ સિવાયના અન્ય ૫૦ જેટલાં કામ સત્વરે હાથ ધરવામાં આવનાર છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

Karnavati 24 News

સફેદ રણ ખાતે સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિના સંગમ સમો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી

Gujarat Desk

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

ગુજરાતના SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 6,000 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા 68,000થી વધુ ઘરોને મળ્યું ‘નલ સે જલ’ કનેક્શન

Gujarat Desk

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા

Gujarat Desk

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

Karnavati 24 News
Translate »