Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

ઐતિહાસિક નગરી પાટણ ખાતે આવેલ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ નિહાળવા આવતા પર્યટકો માટે કેન્ટીન અને ગેસ્ટ હાઉસ સુવિધાનો અભાવ છે ત્યારે રાણકીવાવ રોડ ઉપર આવેલ દર્શનીય મ્યુઝિયમ સંકુલમાં આ બંને વ્યવસ્થાઓ કરવા માટે મ્યુઝિયમ ઓથોરિટી દ્વારા વિચારાયું છે, અને તંત્રમાં પ્રાથમિક તબક્કે કેટલીક રજૂઆતો કરી છે તો કેટલીક તૈયાર કરાઈ રહી છે.

રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં આવતા મ્યુઝિયમમાં તાજેતરમાં નિયુક્ત થયેલા સૌપ્રથમ અધિકારી સુરેલા દ્વારા મ્યુઝિયમના વિકાસ માટે કામગીરી શરૂ કરાઈ છે. અંદરના ભાગે બગીચામાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરીને તેમાં સ્વ શ્રમદાન દ્વારા સફાઈ કરાઈ છે જ્યાં કારપેટ ગાર્ડન બનાવવા વિચાર્યુ છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે બહારના ભાગે ઘણી જગ્યા ઉપલબ્ધ છે જ્યાં એક તરફ કેન્ટીન અને પાર્કિંગ જ્યારે બીજી તરફ ગેસ્ટ હાઉસ બનાવી શકાય તેવી શક્યતા છે. આ માટે તંત્રમાં દરખાસ્ત કામગીરી હાથ ધરી છે.

વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ વિસ્તારમાં પર્યટકો માટે સુવિધા નથી જે હેરિટેજ સ્મારકોથી નજીકમાં યુનેસ્કોના ક્રાઈટેરિયા અનુસાર ઉપલબ્ધ થઇ શકશે.અહીં અનુકૂળ જગ્યા હોઈ આ સુવિધા થશે તો મ્યુઝિયમમાં મુલાકાતીઓને વધુ સંખ્યામાં આકર્ષી શકાશે. અમે પાલિકા અને જિલ્લા તંત્ર પાસે પણ સહયોગની અપેક્ષા રાખીએ છીએ.

મ્યુઝિયમ નિહાળવા માટે ટિકિટ માત્ર રૂ.5 મ્યુઝિયમ નિહાળવા માટે માત્ર 5 રૂપિયા ટિકિટ રાખેલી છે. જેમાં શાળાઓ તેમના લેટરપેડ ઉપર અરજી કરે તો માત્ર 2 રૂપિયા ફી લેવાય છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. વર્ષ 2018માં 10000 જેટલા યાત્રિકોએ મુલાકાત લીધી હતી. હવે કોરોના પછી ફરી ખુલ્લૂ મૂકાતાં જાન્યુઆરીમાં 657 અને ફેબ્રુઆરીમાં 814 ટુરીસ્ટએ મુલાકાત લીધી હતી.

संबंधित पोस्ट

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

Gujarat Desk

માણસા તાલુકાના રીદ્રોલના રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા

Gujarat Desk

એનએસઓ, ભારત અને આઈઆઈએમએ ડેટા આધારિત નીતિ અને નવીનતાને મજબૂત કરવા હાથ મિલાવ્યા

Gujarat Desk

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

“વસંતોત્સવ-૨૦૨૫”; રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના વિખ્યાત લોક નૃત્યની પ્રસ્તુતિ પણ પ્રથમ વાર વસંતોત્સવ ખાતે કલારસીકો માણી શકશે

Gujarat Desk
Translate »