(જી.એન.એસ) તા. 16
ભાવનગર,
ભાવનગરના સિહોરમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં જીઆઈડીસીમાં આવેલ એક રોલિંગ મિલમાં બ્લાસ્ટ થયો હતો તેમ ચાર કામદારો દાઝી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ, તમામ ઘાયલ કામદારોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી મોટું આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.