(જી.એન.એસ) તા.૭
અમદાવાદ,
આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતીઓને આગામી 48 કલાક થરથરાવી દેતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રવિવાર રાત્રિથી ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 48 કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શક્યતા જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડના અનેક ભાગોમાં હાજા ગગડાવશે એવી કાતિલ ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જીલ્લામાં તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. 6.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે અમદાવાદમાં ન્યુનતમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે.