Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઠંડીનાં કારણે રૃમમાં રાખેલી સગડીના ધૂમાડાથી ગુંગણામણથી વૃધ્ધનું મોત થયું



(જી.એન.એસ) તા.૩

મોરબી,

મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. શનાળા ગામે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ રૃમમાં સુતા હતા. જ્યાં કોલસાની સગડી રાખી હોવાથી ધુમાડાના કારણે ગુંગણામણ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ખારચીયા ગામે બાળક અને મોરબી નજીક યુવાનનું ઊંચાઇ પરથી પડી જવાનાં કારણે મોત નીપજ્યું હતું. શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાન્તિલાલ રૃપચંદભાઈ કોઠારી નામના વૃદ્ધ ગત રાત્રીના પોતાના રૃમમાં સુતા હતા અને ઠંડી હોવાથી કોલસાની સગડી રાખી હતી. રૃમ બંધ હોવાથી ધુમાડાના ગુંગણામણથી વૃદ્ધ બેભાન થયા હતા. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં મોરબી તાલુકાના ખારચીયા ગામે સેવનપંખ કારખાનામાં રહીને મજુરી કરતા અકેશભાઈ રાવતની ત્રણ વર્ષની દીકરી રીતિકા રમતા રમતા પહેલા માળેથી નીચે પડી જતા ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી. જ્યાં બાળકીનું મોત થયું હતું. ત્રીજી ઘટનામાં મોરબીના જીવાપર ચકમપર ગામનો રહેવાસી કાંતિલાલ મગનભાઈ કાલરીયા નામનો યુવાન પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્કાયટચ કારખાનાના પ્રેસ ખાતામાં સાઈટ પર કામ કરતો હતો. ત્યારે ઉંચાઈથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

संबंधित पोस्ट

જૂનાગઢ મનપાની ચૂંટણી: ભાજપે વોર્ડ નંબર-9 પર દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા ને આપી ટિકિટ

Gujarat Desk

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Karnavati 24 News

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

મહેસાણા, સુરત અને બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં વિકસતી જાતિના ૪૬૫ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન પેટે રૂ. ૬૧ કરોડથી વધુ રકમની ચુકવાઇ : સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

Gujarat Desk

રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત પેટે બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin
Translate »