Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજકોટના ધોરાજી માં આકસ્મિક રીતે બે કારમાં લાગી અચાનક આગ

રાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આકસ્મિક રીતે બે ઊભેલી કારમાં અચાનક લાગી આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સમગ્ર ઘટના અંગેની જાણ ધોરાજી નગરપાલિકા તથા ફાયર વિભાગની ટીમને થતાં તરત જ ફાયર વિભાગનો કાફલો તથા નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આગ લાગવાની આ ઘટના ધોરાજીના જમનાવડ રોડ પર લેઉઆ પટેલ સમાજ નજીક બની. આ ઘટના બનતા અફરાતફરી મચી જતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, લગ્ન પ્રસંગ દરમ્યાન ફોડવામાં આવેલ ફટાકડાના તણખા ઊડવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

આ ઘટનામાં એક ઈનોવા કાર અને એક વેગેનાર કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ફાયર ટીમે તુરંત ઘટના સ્થળ પણ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સામે આવી નથી, પરંતુ, આગની આ ઘટનામાં બન્ને કારમાં ભારે નુકસાની થવા પામી છે. બંને ગાડીઓ મહદઅંશે સળગી જતાં કેટલું નુકસાન થયું છે, તેનું અનુમાન લગાવી શકવું શક્ય નથી.

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

Admin