Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી



(જી.એન.એસ) તા. 4

બેટ દ્વારકા,

વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા: તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર  હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પીટીશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી પીટીશનને પણ ફગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

વડોદરા હિટ એન્ડ રન કેસ: વડોદરા પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

Gujarat Desk

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

Admin

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

Gujarat Desk

૧૦૮ યુવાનો દ્વારા ગુજરાતની વિધાનસભામાં માય ભારત દ્વારા આયોજિત વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચાર રજૂ કર્યા

Gujarat Desk
Translate »