Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કુતિયાણા નજીક સારણ નેસના પુલમાં બાળક ડૂબી જતાં મોત : વાડોત્રા નજીક બે યુવાનો તણાઈ : Ndrf ટીમ ની મદદ યુવાનોની હાલ શોધખોળ

પોરબંદર જીલ્લા માં પડી રહેલ વરસાદ ઉપરાંત ઉપરવાસ ના વરસાદ ના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે . ત્યારે કુતિયાણા નજીક સારણ નેસના પુલ પરથી મધ્ય પ્રદેશનો પરિવાર રસ્તો પસાર કરી રહ્યો હતો , ત્યારે પોતાની માતા સાથે રહેલું એક દસ માસનું બાળક પાણી વધુ હોવાને કારણે હાથમાંથી વિખૂટું પડી ગયું હતું . અને એ બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું . જેની જાણ થતા આ વિસ્તારના લોકોએ તાત્કાલીક બાળકની શોધખોળ હાથ ધરી હતી પોલીસ , ટી.ડી.ઓ. અને મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી . પરંતુ શોધખોળ દરમિયાન પાણીમાં ગરકાવ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો . તો અન્ય એક બનાવ માં ગઇકાલે સાંજના સમયે રાણાવાવ તાલુકાના વાળોત્રા ગામે મીણસાર નદી પર આવેલ ચેકડેમ કમ કોઝવે પર બે અજાણ્યા માણસો બાઇક સાથે પસાર થતા હતા . ત્યારે પાણી વધારે હોવાના કારણે બે યુવાનો તણાઇ ગયા હતા.ગઇ કાલના સાંજની થી આ યુવાનો તણાયા હતા.હાલ તો ndrf ટીમ ની મદદથી શોધખોળ ચાલી રહી છે આ ઘટના લઇને મામલતદાર, પીએસઆઇ પરેશસિંહ જાદવ અને ટીડીઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા . અને સ્થાનિકો ની મદદ થી શોધખોળ હાથ ધરી છે . કલેક્ટર અશોક શર્મા એ જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે ઉપર વાસના વરસાદને કારણે જ્યાં વધારે પાણી વહેતું હોય એવા જોખમી કોઝવે તાત્કાલિક બંધ કરાવવા , જરૂર પડે પોલીસની મદદ લઈ બંદોબસ્ત પણ ગોઠવવા આદેશ આપ્યો છે

संबंधित पोस्ट

સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદી એ જંગી સભાને સંબોધી; 105 કરોડનાં ખર્ચે દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ

Gujarat Desk

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું

Gujarat Desk

મદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે, તાપી નદીને 23 કિમી સુધી ઉંડી કરાશે

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર ૬ મહિનામાં ૧૦ હજારથી વધુ વયસ્કોએ લાભ મેળવ્યો

Gujarat Desk

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરાશે: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat Desk
Translate »