Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરનારને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો



વડોદરા પોલીસને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 31

વડોદરા,

વડોદરામાં એક યુવકને વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરતી કંપનીમાં ગુનાહિત કામ સોંપી પુરી રાખનાર ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીના ગુનામાં એજન્ટને ઝડપી પાડ્યો છે. 

વડોદરાના યુવકને વિયેતનામમાં જોબ અપાવવાના નામે યુનિક એમ્પ્લોમેન્ટ સર્વિસ (વિશ્વ મોહિની કોમ્પલેક્ષ, સુભાનપુરા) માં બોલાવી રૂ.1.5 લાખ લીધા હતા. પરંતુ વિયતનામમાં કંપની બંધ થઈ ગઈ હોવાનું કહી કંબોડિયામાં નામ વગરની કંપનીમાં જોબ આવી હતી. જે કંપનીમાં વિડીયો કોલ કરીને બ્લેકમેલિંગ કરવાનું તેમજ બેન્ક એકાઉન્ટ હેક કરવાનું કામ કરવામાં આવતું હતું. 

યુવકે આ નોકરીનો ઇનકાર કરતા તેની પાસે ચાઈનીઝ અધિકારીએ 2820 ડોલર જમા કરવા કહ્યું હતું, જો આ રકમ જમા ન કરે તો 2000 ડોલરમાં તેને વેચી દેશે તેવી ધમકી પણ આપી હતી. વડોદરાના યુવકને 34 દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ જમવાનું પણ આપ્યું હતું.

જેમાંથી મહા મહેનત બાદ યુવકનો છુટકારો થતા તેણે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે એમ્પ્લોયમેન્ટ સર્વિસના ડાયરેક્ટર મનીષ હિંગુ, ક્રિષ્ના પાઠક તેમજ કંબોડિયા વિયત નામના એજન્ટ વકીલ અહમદ ઉર્ફે વીકી રઈશ અહમદ (ધર્મપુરા,ન્યુ દિલ્હી,મૂળ યુપી) સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે આરોપી સામે લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરી હતી. જેને આધારે એજન્ટ વિકી મુંબઈ એરપોર્ટ પર આવતા એરપોર્ટ ઓથોરિટી વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તેની મુંબઈથી અટકાયત કરી હતી.

संबंधित पोस्ट

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીયકરણ કરવા માટે કુલ રૂ. ૩,૩૫૦ કરોડનો ખર્ચ કરાશે: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat Desk

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

Gujarat Desk

સાયબર ગઠિયાઓનો આતંક : મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી યુવતીના ૫.૯૪ લાખ પડાવ્યા

Gujarat Desk

કુતિયાણા નજીક સારણ નેસના પુલમાં બાળક ડૂબી જતાં મોત : વાડોત્રા નજીક બે યુવાનો તણાઈ : Ndrf ટીમ ની મદદ યુવાનોની હાલ શોધખોળ

Karnavati 24 News

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગમી 48 કલાક ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકવાની શક્યતા

Gujarat Desk
Translate »