Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

એટીએસ ની તપાસમાં ખંભાતમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનાં તાર ધોળકા સુધી પહોંચ્યા



(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ અગાઉ આણંદ પાસે ખંભાતની એક ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓની તપાસમા મોટો ખુલાસો થયો છે. તે કેસમાં એટીએસએ ફેક્ટરીમાંથી 5 આરોપી અને એક રિસીવર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 

ઝડપાયેલા આરોપી રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડરનો મોટો જથ્થો ધોળકામાં સંતાડી રાખ્યો હતો.  ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું, જેમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા વેર હાઉસમાંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ ટેબ્લેટના પાઉડરનો જથ્થો મળી આવ્યો છે. 

સામાન્ય રીતે આ પ્રકારનો ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવામાં આવતો હોય અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કરતા હોય છે, તેવામાં આ કેસમાં એટીએસની ટીમે વેર હાઉસ મોટી સંખ્યામાં પેકેજિંગ ફોઈલ અને પેકિંગ બોક્ષ પણ મળી આવ્યા છે. આ આરોપી ટ્રામાડોલનો જથ્થો બ્લેક માર્કેટમાં વેચવાનો હતો, જેથી રણજીત ડાભી આ ટ્રામાડોલનો જથ્થો કોને આપવાનો હતો, આ જથ્થો કોને બનાવ્યો અને અગાઉ ટ્રામાડોલનો જથ્થો મોકલવામાં આવ્યો છે કે નહીં તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

Gujarat Desk

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫નું આયોજન

Gujarat Desk

રાજકોટમા 100 રૂપિયા જેવી નાની બાબતે પેટ્રોલ બોમ્બથી હુમલો કરાયો

Gujarat Desk

કોંગ્રેસે અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા કર્યા તે દેશ હિતના નહીં પરંતુ સત્તા પર ટકી રહેવા માટેના હતા

Gujarat Desk

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે યોજાશે

Gujarat Desk
Translate »