(જી.એન.એસ) તા. 28
અમદાવાદ,
અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને અનુરોધ કર્યો હતો કે, મહાકુંભ ના પવિત્ર અવસર પર અમદવાદ થી પ્રયાગરાજ જતાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ટ્રેનમાં ટીકીટની અછત થઈ રહી છે. સંજોગોને ધ્યાને લેતા તેઓએ વધુ કોચ ઉમેરવા અને ટ્રેનના ફ્રિકવન્સીમાં પણ વધારો કરવા માટે અનુરોધ કર્યો હતો, તે પછી કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ મકવાણા ના અનુરોધ પર તુરંત યોગ્ય પગલાં લેવા મંજુરી આપી હતી જેથી તા. 28/01/2025 થી અમદાવાદ – પ્રયાગરાજ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. સાંસદ દિનેશ મકવાણાએ પોતાના અનુરોધ પર તવિરત પગલાં ભરવા પર કેન્દ્રીય રેલ મંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. હવે વધારાના કોચને ઉમેરવાના નિર્ણયથી અમદાવાદ-પ્રયાગરાજ જતાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે, આ નિર્ણયથી ટ્રેન મુસાફરોને મોટી રાહત મળશે અને પ્રવાસીજનોને યોગ્ય સીટો સાથે નું સ્થાન મળી શકશે.