(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડનો લાઇવ કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયા બાદ 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં યોજાશે.કોલ્ડપ્લેની ટીમ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી છે.કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં 3800થી વધુ પોલીસ કર્મચારી તૈનાત રહેશે.
અમદાવાદના સ્ટેડિયમ ચાર રસ્તા પાસે રોડ પર બેન્ડના સભ્યો દ્વારા એક તપરી પર માણતા નજરે પડ્યા હતા. લાખો લોકો કોન્સર્ટમાં હાજરી આપશે. કોન્સર્ટ પહેલા કલાકારો ગુજરાતી આનંદ માણી રહ્યા છે. 25-26 જાન્યુઆરીનાં રોજ કોલ્ડપ્લે કોનસર્ટ પહેલા કોલ્ડ પ્લેની ટીમ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર શોને OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે 1.25 લાખ પ્રેક્ષકો સ્ટેડિયમ ની અંદરથી જ્યારે અન્ય દર્શકો માટે OTT (ડિઝની+હોટ સ્ટાર) પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.