100કરોડનો મનરેગામાં ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ લીધી સ્થળ મુલાકાત.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે અંદાજે રૂ. 100 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મુદ્દો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી
1.ડો. પ્રભાબેન તાવિયાડ (પૂર્વ સંસદસભ્ય)
2.શ્રી ગુલાબસિંહ ચૌહાણ (ધારાસભ્ય)
3.શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા (પૂર્વ ધારાસભ્ય)
4.શ્રી નરેન્દ્ર રાવત (પ્રદેશ પ્રવક્તા)
ઉક્ત પ્રતિનિધિ મંડળ સાથે જિલ્લા પ્રમુખ,દેવગઢબારિયા કોંગી પ્રમુખ શ્રી વિરલસિંહ ચૌહાણ,ગુજરાત પ્રદેશ સોશ્યલ મિડિયાના વાઇસ ચેરમેન અનુજ નગરશેઠ વિગેરે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી