Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જ્યાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની સીધી સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ દિલ્હી ખાતેથી ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. આમ સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધર્માંતરણ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આફમી ચેરિટેબલ ટ્રસ્ટમાં FCRA થકી કરોડો રૂપિયાનુ વિદેશી ફંડિંગ કરાતુ હોવાનુ વિગતો સપાટી પર આવી હતી. જેથી આ મામલો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી ટ્રાન્સફર વોરેન્ટના આધારે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તાજેતરમાં જ મોહમ્મદ હુસૈન ગુલામ રસૂલ મન્સૂરી, સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહમ્મદ ઉમર ધનરાજસિંહ ગૌતમ વિરૂદ્ધ કોર્ટમાં 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમજ થોડા દિવસો પહેલા ભરૂચ ખાતે ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો હતો. જે અંગેની તપાસમાં સલાઉદ્દીન અને ઉમર ગૌતમની સંડોવણી બહાર આવી હતી. જેથી આ બન્ને સામે ભરૂચ પોલીસે પણ ગુનો નોંધ્યો હતો. આમ એક બાદ એક ગેરકાયદેસર ગતિવિધિઓ સામે આવતા આખરે ગૃહ મંત્રાલય દ્વારા વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું છે. તાજેતરમાં, MHA એ 10 ઓસ્ટ્રેલિયન, અમેરિકન અને યુરોપિયન દાતાઓને તેની વોચલિસ્ટમાં મૂક્યા હતા. જેના પગલે ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને લખ્યું હતું કે વિદેશી દાતાઓ દ્વારા મોકલવામાં આવેલ કોઈપણ ભંડોળ મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવે અને તેની પરવાનગી વિના ક્લિયર ન કરવામાં આવે. બધા દાતાઓ કે જેઓ વોચલિસ્ટ અથવા “પ્રાયોર રેફરન્સ કેટેગરી” પર મૂકવામાં આવ્યા હતા તેઓ આબોહવા પરિવર્તન, પર્યાવરણ અને બાળ અધિકારોના ક્ષેત્રમાં કામ કરે છે. દાતાઓમાં યુરોપિયન ક્લાઈમેટ ફાઉન્ડેશન, યુએસ સ્થિત ઓમિડયાર નેટવર્ક ઈન્ટરનેશનલ, હ્યુમેનિટી યુનાઈટેડ અને સ્ટારડસ્ટ ફાઉન્ડેશન, ઓસ્ટ્રેલિયા સ્થિત એનજીઓ વોક ફ્રી ફાઉન્ડેશન અને મિન્ડેરુ ફાઉન્ડેશન અને યુકે સ્થિત ચિલ્ડ્રન્સ ઈન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડેશન, ફ્રીડમ ફંડ અને લૌડ્સ ફાઉન્ડેશન અને યુકે/યુએઈ સ્થિત લેગેટમનો સમાવેશ થાય છે. 2020 માં, MHA એ FCRA કાયદામાં સુધારો કર્યો હતો અને ઘણા ફેરફારો કર્યા હતા. જેણે NGO ને અન્ય NGO ને ભંડોળ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રજિસ્ટર્ડ એનજીઓ પાંચ હેતુઓ માટે વિદેશી ફાળો મેળવી શકે છે – સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, આર્થિક અને સાંસ્કૃતિક. વિદેશી ભંડોળ મેળવવા માટે એનજીઓ માટે એફસીઆરએ નોંધણી ફરજિયાત છે. FCRA હેઠળ 22,591 NGO નોંધાયેલ છે.

संबंधित पोस्ट

જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા, યુવક સહિત બહેન-બનેવીનું અપહરણ કરાયું

Gujarat Desk

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

Gujarat Desk

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

Gujarat Desk

વિદેશમાં નોકરી આપવાના નામે ઓનલાઈન ઠગાઈ કરનારને મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો

Gujarat Desk

વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓને રાષ્ટ્ર, સમાજ નિર્માણમાં યોગદાનનું સન્માન આપવા માટે નવી દિલ્હીનાં કર્તવ્ય પથ ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 નિહાળવા માટે આમંત્રણ

Gujarat Desk
Translate »