(જી.એન.એસ) તા. 22
ભાવનગર,
ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટમાં નડતરરૂપ અને અડચણરૂપ થતાં તમામ દબાણો ને દૂર કરવા મામલે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા 5 દિવસમાં 4100 મીટર ઉપર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે જરૂરી 95%થી વધુ વિસ્તાર પર દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાઈ ક્રિકથી કેનાલનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.