Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં લાગી આગ 12 કાર બળીને ખાખ થઇ ગયા



(જી.એન.એસ) તા.૧૬

વડોદરા,

ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ પાણીગેટ ફાયર સ્ટેશનથી એક ટીમ આવી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબરડી મિલની સામે કાદરી મોટર્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં 25માંથી 12 જંક કાર બળીને રાખ થઈ ગઈ હતી. જેના કારણે વિસ્તારના લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ પાણીગેટ ફાયર સ્ટેશનથી એક ટીમ આવી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આ વિસ્તારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વાસી ઉત્તરાયણની રાત્રે પાણીગેટ અજબરડી મિલ પાસે કાદરી મોટર્સ એટલે કે એ.એમ. મોટરોમાં આગ લાગી હતી. હાજર કર્મચારીએ માલિકને જાણ કરતાં માલિકે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ઘટનાસ્થળે પહોંચેલી ટીમને જાણ કરી હતી. કુલ 25 કાર ખુલ્લા મેદાનમાં પડી હતી. આગમાં 12 કાર બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો અને અન્ય ગાડીઓને બચાવી લેવામાં આવી હતી. કાદરીના કહેવા પ્રમાણે, ફુગ્ગા પડ્યા બાદ આગ લાગી હતી, જોકે ફાયર બ્રિગેડે આગનું કારણ જાહેર કર્યું નથી. આગ વિશે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, આગ ખૂબ જ ગંભીર હતી. અમે ઘરે હતા ત્યારે કારમાં એક પછી એક ત્રણ ગેસના બાટલા ફાટ્યા. 500-600 મીટરના અંતરે ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો. તમામ સ્થાનિક લોકો ડરી ગયા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યાં આગ લાગી ત્યાં ઘણા અસામાજિક તત્વો બેસીને દારૂ પીવે છે. ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ દબાણ સર્જ્યું છે. ત્યાં દારૂની બોટલો અને નશીલા શરબતની બોટલો પડી હતી. નજીકના ચાર જંકયાર્ડ્સ તેમનો કચરો ત્યાં ફેંકી દે છે. નંબર પ્લેટ વગરની કાર અને ચોરીનો અનેક સામાન ત્યાં પડેલો છે.

संबंधित पोस्ट

સુરતમાં મહિલા પર વિધર્મી પાડોશીએ ચપ્પા વડે હુમલો કરતાં મોત નિપજ્યું

Gujarat Desk

નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ –  વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં  ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા

Gujarat Desk

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

ભારત પાકિસ્તાન વચ્ચે ગુપ્ત મંત્રણા ચાલુ

Karnavati 24 News

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News
Translate »