Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગની ઘટના,ખુલ્લામાં રાખેલા સંગ્રહિત બગાસના જથ્થામાં લાગી આગ,ગરમીને કારણે આગ લાગી હોવાનું અનુમાન.

રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીને કારણે આગની ઘટનાઓ વધતી જશે,વધુ પડતી ગરમીને કારણે સુરતની કામરેજ સુગર મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે,કામરેજ સુગર ફેક્ટરીમાં ખુલ્લી જગ્યામાં મુકવામાં આવેલા બગાસના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી,બગાસના જથ્થામાં આગ લાગતાં બગાસનો જથ્થો બળી ને ખાખ થયો હતો,બગાસના ખુલ્લા ગોડાઉનમાં લાગેલી આગ ગરમીને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આગની ઘટનાને લઈ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને બગાસના જથ્થામાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી,આગને પગલે સદ્ નશીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગ લાગતા બગાસનો જથ્થો બળી ને ખાખ થયો હતો,આગ ની ઘટના બનતા સુગર મિલના કર્મચારીઓમાં નાસભાગ મચી હતી ત્યારે સમયસર ફાયર વિભાગને જાણ કરાતાં કામરેજ,ટોરેન્ટ અને કીમ વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં લીધી હતી અને મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી.

संबंधित पोस्ट

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું

Gujarat Desk

રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

Gujarat Desk

મોરબીમાં ઝેરી દવા પી લઇને નવી પીપળીના આધેડનો આપઘાત કર્યો

Gujarat Desk

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું

Gujarat Desk
Translate »