Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

ગાંધીનગરમાં પોલીસ પર કાર ચઢાવી દેવાના કેસમાં યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ જાડેજાના સમર્થનમાં દાહોદમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

હાલના સમયમાં ગાંધીનગર ખાતે ચાલી રહેલ વિદ્યાસહાયકોના આંદોલનને સમર્થન આપવા માટે અને તેમના અવાજને વધુ બુલંદ કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તેમના આંદોલનમાં મુલાકાત હેતુ ગયેલ હતા ત્યારે યુવરાજસિંહ જાડેજા ( ગોંડલ ) ની ગાંધીનગર ખાતે ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના ઉપર પોલીસની હત્યાના પ્રયાસનો ગુનો અને એવી અન્ય કલમો લગાવીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. લાખો વિદ્યાર્થીઓનો અવાજ અને સરકારી ભરતીઓ અને પરીક્ષાઓમાં થઈ રહેલ ભ્રષ્ટાચાર સામે અડીખમ રીતે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ પર લગાવવામાં આવેલ આરોપો તદ્દન ખોટા છે અને સરકાર તેમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુવરાજસિંહ ને મુક્ત કરવામાં આવે તેવી માંગણી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પોહચાડવા આવી છે અને વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા તેમણે જલ્દી છોડવાની માંગ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

ભિષણ આગ:પોશીનાના ખંઢોરા(વાવડી) માં ઘરમાં આગ લાગતાં અનાજ સહિત ઘરવખરી ખાખ

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

Admin

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin