Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાયું



(જી.એન.એસ) તા.૧૫

વડોદરા,

તરસાલી આદર્શ નગર પાસેથી બાઇક લઇને જતા યુવકનું ગળું  પતંગની દોરીથી કપાઇ જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાઘવપુરા ગામે રહેતો ૨૫ વર્ષનો મેહુલ  સોમાભાઇ તડવી મકરપુરા જી.આઇ.ડી.સી.માં નોકરી કરે છે.આજે સાંજે વાગ્યે નોકરી પરથી  છૂટીને તે ઘરે જતો હતો. બાઇક લઇને તરસાલી આદર્શ નગર પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરી આવી જતા તેના ગળા પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં રાજપીપળાના એક ગામમાં રહેતો ૧૦ વર્ષનો બાળક આજે સવારે વીજ થાંભલા પર ફસાયેલી પતંગ નીચે ઉતારવા ચઢ્યો હતો. તારમાં ફસાયેલી પતંગ તેણે ખેંચતા વીજ કરંટ લાગતા થાંભલા  પરથી નીચે પટકાયો હતો. હાથ પર ગંભીર ઇજા થતા સૌ  પ્રથમ તેને રાજપીપળાની જી.એમ..આર.એસ. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

આગામી સમયમાં મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે

Gujarat Desk

સુરત ખાતે ‘શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’માં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી : હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું શ્રવણ કર્યું

Gujarat Desk

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ યોજાયો

Gujarat Desk

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

કલેકટરશ્રીના માર્ગદર્શન અંતર્ગત આકસ્મિક તપાસ દ્વારા બિનઅધિકૃત ખનીજનો જથ્થો પકડતા દહેગામ મામલતદારશ્રી

Gujarat Desk
Translate »