Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી દ્વારા “દરેક ગુજરાતી થશે આયુષ્યમાન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય-મા યોજના હેઠળ આયુષ્યમાનનું વરદાન” અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં તમામ તાલુકા મથકે, નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં  કેન્દ્રીય આયુષમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને મંગલભુવન, વઢવાણ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તે જ શ્રેણીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને રૂ. ૫ લાખ સુધીની સારવારનો લાભ ઉપલબ્ધ કરાવતી અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય કવચ યોજના કહી શકાય તેવી પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજના અમલમાં મૂકી લોકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. આ કાર્ડ હેઠળ રાજ્યની ૨૭૩૯ હોસ્પિટલોમાં ૨૭૧૧ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો લાભ મળે છે. આજે રાજ્યમાં ૫૦ લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે ૧ લાખથી વધુ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. કોરોના સમય દરમિયાન સરકારે લીધેલા પગલાઓની વાત કરતાં મંત્રી એ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન જે બાળકે માતા તથા પિતા બંને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “પી. એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના ” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આખા દેશમાંથી ૪૬૪૩ બાળકોને આયુષ્માન ભારત યોજના અન્વયે આરોગ્ય વીમાની સુવિધા  પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી જિલ્લાને નવી આર્યુવેદ કોલેજની ભેટ મળી છે. જેના થકી જિલ્લામાં નવી રોજગારીનું સર્જન થશે અને આસપાસના જિલ્લાને પણ તેનો લાભ મળશે. આ કોલેજમાં બાળકો નજીવી ફીમાં અભ્યાસ કરી ડોક્ટર બનશે. મંત્રીશ્રીએ લોકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા અને જરૂરતમંદ લોકોને લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.
રૂ.૧૩૬ કરોડના ખર્ચે તૈયાર થનાર આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજની ભેટ બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને આરોગ્યની ચિંતામાંથી મુક્ત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા  પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દરેક પરિવારને રૂ. ૫ લાખની સારવારનું કવચ અને કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં જિલ્લામાં નવી કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવશે, જેથી જિલ્લામાં શિક્ષણની સુવિધા બહેતર બનશે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુરેન્દ્રનગર શહેરમાં સીટી બસની સુવિધા ચાલુ થશે જેથી શહેરમાં પરિવહનની સુવિધા અને લોકોની સુખાકારીમાં વધારો થશે.
કાર્યક્રમની શરૂઆતમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને આરસીએચઓ ડો. પી.કે. વાસ્તવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુ બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા પંચાયત સદસ્યસુ મંગુબેન ડાભી, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી.આઇ. ભાગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત મોટી સંખ્યામાં  લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા કલેકટરશ્રી  ગાંધીનગર   મેહુલ કે. દવે દ્વારા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ  કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઈ  તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

Gujarat Desk

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી : પાકની ગુણવત્તા જોઈને થયા પ્રભાવિત

Gujarat Desk

ગાંધીનગર એલસીબી દ્વારા વાસણીયા મહાદેવ સીમમાં 26 શખ્સોને જુગાર રમત ઝડપી પાડયા

Gujarat Desk

ધુળેટીના સવારે હોળી પ્રગટાવતું એક માત્ર ગામ બાંઠીવાડા : અનોખી હોળીમાં મહિલાઓ ઢોલ વગાડતા જોવો અનેરો લ્હાવો,લઠ્ઠમાર હોળીમાં ઘોડાપુર

Karnavati 24 News

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

Gujarat Desk
Translate »