Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આગામી સમયમાં મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે



ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો ઇ-ચલણ ઇસ્યુ કરાશે

(જી.એન.એસ) તા. 16

ગાંધીનગર,

આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા NHAI તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા કોઈપણ ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન ન હોય તો તેમને ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં રાજય સરકારની “Ease of doing business” તથા “Ease of living”ની પરિકલ્પનાને સાકાર કરવા એન.આઈ.સી. દ્વારા “e-Detection” પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો-માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનના પીયુસી, વીમો, ફિટનેસ અને પરમીટ જેવા ડોક્યુમેન્ટ્સ Parivahan પોર્ટલ પર અદ્યતન  રાખવા અને જો ના હોય તો દિન-૭ (સાત)માં અદ્યતન કરાવી લેવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

संबंधित पोस्ट

આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન

Karnavati 24 News

‘રાષ્ટ્રીય માર્ગ સલમાતી માસ -૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા

Gujarat Desk

ડિસેમ્બર, 2024માં ESI યોજના હેઠળ 17.01 લાખ નવા કામદારો નોંધાયા

Gujarat Desk

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે નવો જુસ્સો

Gujarat Desk

GUJCOST અને GEDA સાથે મળીને ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન

Gujarat Desk

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News
Translate »