વાસી ઉત્તરાયણના દિવસે ઈમર્જન્સી કોલમાં વધારો
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાવીને મજા માણે છે. જે પૈકી ઘણા લોકો પતંગ ઉડાડવામાં ચાઈનીઝ દોરી અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરે છે અને બીજાની પતંગની દોર કાપવાની મજા માણે છે. પરંતુ આ મજા અનેક લોકો માટે અને પશુ-પક્ષીઓ માટે સજા સમાન બની જાય છે. ઉત્તરાયણના પર્વ પર હેલ્પલાઈન નંબર 108 પર નોંધાયેલા ઈમર્જન્સી કોલ પરથી આનો ખ્યાલ આવે છે. 15 જાન્યુઆરીના દિવસે સાંજે 6 વાગ્યે 108 પર 3345 કોલ નોંધાયા હતા. જે ગત વર્ષ કરતા 303 કોલ વધુ છે. આ કોલમાં દોરી વાગવા સહિતના અન્ય ઈમર્જન્સીના કોલ હતા. કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં 1119 કેસ નોંધાયા. જે પૈકા 846 પશુના અને 273 પક્ષીઓના કોલ હતા.