Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કૌટુંબિક મામા દ્વારા હત્યા કરવામાં આવી



(જી.એન.એસ) તા.૧૫

જામનગર ,

જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના કૌટુંબિક મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતાં ભારે અરેરાટી પ્રસરી છે અને મામા સામે ફિટકારની લાગણી વરસી રહી છે. બનાવની વિગત એવી છે કે મૂળ મીઠાપુરની વતની મહિલાના બે માસ પહેલા છુટાછેડા થઇ જતાં પોતાની ત્રણ પુત્રીઓને લઈને સિક્કામાં રહેતા તેના કૌટુંબિક ભાઈને ઘેર રહેવા માટે આવી ગઈ હતી અને ત્યાં ત્રણે બાળકીઓ સાથે રહેતી હતી. દરમિયાન આઠ વર્ષની નાની બાળકી કે જેને તેનો કુટુંબી મામા  હેરાન કરતો હતો. આઠ વર્ષની બાળકી કપડામાં શૌચક્રિયા કરી લેતી હોવાથી તેને અવાર નવાર મારકુટ કરતો હતો. ત્યારબાદ તેણી સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. જે અંગે બાળકીએ માતાને ફરિયાદ કરતાં મામાને ઠપકો આપ્યો હતોપરંતુ તેણે ઉશ્કેરાઇ જઇ માસુમ બાળકીને અને માતા બંનેને પતાવી દેવાની ધમકી આપી હતી. ગઈકાલે સિક્કામાં ભરતી ગુજરી બજારમાં માતા ખરીદી અર્થે ગઇ હતીદરમિયાન પાછળથી તેની આઠ વર્ષની પુત્રીને મામાએ શારીરિક અડપલા કર્યા બાદ માર મારીને દીવાલ સાથે અને જમીનમાં માથું પછાડીને ઘાયલ કરી હતી. જેથી તેણી બેશુદ્ધ બની ગઈ હતી. માતા ઘરે આવ્યા બાદ માસુમ બાળકીને લઈને સિક્કા હોસ્પિટલે લઈ જતાં તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કર્યું હતું. જેથી માતા અને તેની અન્ય બે પુત્રીઓએ હૈયાફાટ રૃદન કર્યું હતું અને સમગ્ર સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં વર્ષની માસમ બાળકીની હત્યા નીપજાવવા અંગે અને તેણીની સાથે શારીરીક અડપલા કરવા અંગે બાળકીની માતાની ફરિયાદના આધારે કુટુંબી મામા સામે સિક્કા પોલીસે પોકસો તેમજ હત્યા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધી તેની અટકાયત કરી છે. બનાવે સિક્કામાં ભારે ચકચાર જગાવી છે.

संबंधित पोस्ट

જામનગરમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો

Gujarat Desk

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા

Gujarat Desk

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News
Translate »