જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ લાખાબાવળ ગામે એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું. જામનગર જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતા રાહુલભાઇ પ્રવીણભાઇ વાધેલા ઉ.વ-૨૫ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન બેસુધ્ધ હાલતમાં આ યુવાનને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તપાસ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે લાખાબાવળ ગામ સહિત પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.