Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તારા લીધે મારા છૂટાછેડા થઇ રહ્યા છે કહી યુવતીને પાડોશીએ છરી ઝીંકી દીધા



(જી.એન.એસ) તા.૧૫

મોરબી,

જામનગરમાં અશોક સમ્રાટનગર વિસ્તારમાં રહેતી યુવતી પર તેના પાડોશમાં રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે જેથી અમારા છૂટાછેડા થઇ રહ્યા છે કહી છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. મોરબીના ગાળા ગામના પાટિયા નજીક પૂર્વ પતિએ સાથે રહેવા દબાણ કરી પોતાની પૂર્વ પત્ની સાથે માથાકૂટ કરી માથામાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતી સંગીતાબેન રાજુભાઈ ગોિ નામની ૨૫ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કેતેના પાડોશમાજ રહેતો એલબો ડાડો નામનો શખ્સ ઘરમાં છરી સાથે ધસી આવ્યો હતો. સમયે તેની સાથે આવેલા છત્રપાલસિંહ નામના શખ્સે પોતાને પકડી રાખી હતીજ્યારે અલ્બા ડાડા પોતાના હાથમાંપેટમાં અને ગળાના ભાગે છરીના ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ અજિતબાપુ નામના ત્રીજો શખ્સ કે જેના મકાનમાં પોતે ભાડેથી રહે છેતેણે મદદ કરી કરીને મકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અને ત્રણે ભાગી છુટયા હતા. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી એલબો ડાડોને પત્ની સાથે ઝઘડો થયો હોવાથી અને પત્ની છુટાછેડા લેવાનું કહેતી હોવાથી સંગીતાબેન તેની પત્નીને ચડામણી કરી રહી છે. તેવો આક્ષેપ કરીને હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના વિસીપરા કુલીનગર૧માં રહેતા હનીફાબેન સઇદુભાઈ જેડા (..૩૦) નામની મહિલાને આરોપી  અબ્બાસ  સાથે છૂટાછેડા થઇ જતાં હનીફાબેને બીજા લગ્ન કર્યા હતાં. અને બીજા પતિ ગુજરી ગયા હતા. બાદમાં આરોપી અબ્બાસ સાથે રહેવા દબાણ કરતો હતો અને ગાળા ગામના પાટિયા પાસે સાથે રહેવાનું કહેતાં પૂર્વ પત્નીએ ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ જઇને આરોપી અબ્બાસે માથામાં છરી મારી ગંભીર ઇજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

संबंधित पोस्ट

અબોલ પશુ પક્ષીઓ અને ગરીબો માટે 14 વર્ષનો સેવાયજ્ઞ

Admin

ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી અમદાવાદ પોલીસ પર પથ્થરમારો; 6 લોકોની અટકાયત  

Gujarat Desk

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Admin

પતિની શંકાને પગલે કંટાળીને પત્નીએ પોતાની 2 વર્ષની બાળકની હત્યા કરી 

Gujarat Desk

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Gujarat Desk

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News
Translate »