Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાવલી મંજુસર જી.આઇ.ડી.સી.ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી



(જી.એન.એસ) તા.૧૫

સાવલી,

સાવલી તાલુકા ના મંજુસર ખાતે આવેલ મારૃતિ કોર્પોરેશન પ્રા. લિકંપનીમાં આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.ચારથી વધુ ફાયર ફાઈટર આગ ઓલવવા કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગ બુઝવવામાં સફળતા મળી હતી. જાણવા મળ્યા મુજબ સાવલીના મંજુસર ખાતે આવેલ મારૃતિ કંપની સલ્ફર  કેમિકલનું  ઉત્પાદન કરે છે. આજે સવારે  ૧૧ વાગ્યાની આસપાસ કંપનીમાં આગ લાગતા  ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. અચાનક વિકરાળ આગના પગલે જી.આઇ.ડી.સી.માં નાસભાગ સર્જાઇ હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જેના પગલે મંજુસર ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી. પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૃપ ધારણ કરતા વડોદરા ફાયર  બ્રિગેડની મદદ લેવાઇ હતી.  ફાયર એન્જિન લઇને ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ કાબૂમાં લેવાના પ્રયાસો શરૃ કર્યા હતા. કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓમાં પણ આગ ફેલાઇ હતી.કંપની સુધી  પહોંચવાના રસ્તાઓ સાંકડા  હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને સ્થળ પર પહોંચવામાં અને આગ બુઝવવામાં ભારે જહેમત ઉઠાવવી  પડી હતી. લાશ્કરોને  આગ પર  કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. આગ નું ચોક્કસ કારણ જાણવા  મળ્યું નથી અને કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કંપનીમાં અગાઉ પણ આગ લાગી ચૂકી છે

संबंधित पोस्ट

AMC દ્વારા એમ.જે લાયબ્રેરી, VS હોસ્પિટલ અને AMTSનું 2025-26નું બજેટ મંજૂર કરવામાં આવ્યું

Gujarat Desk

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

Karnavati 24 News

સુરત પોલીસે 1.57 લાખથી વધુની ડ્રગ્સની હેરાફેરી કરતા યુવકને ઝડપી પાડયો

Gujarat Desk

રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીની ૨૪૮માંથી ૨૦૫ જગ્યા ભરાયેલી છે: પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ

Gujarat Desk

ક્રીમિયન કૉંગો હેમરેજીક ફીવર અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Gujarat Desk

ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં 105 ડબ્બા પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડયા

Gujarat Desk
Translate »