Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

છેલ્લા બે વર્ષમાં દારૂની હેરાફેરી અને બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા 23 પોલીસ કર્મી સસ્પેન્ડ

મેઘરજ પોલીસ સ્ટેશનના વહીવટદાર હેડ કોન્સટેબલ અર્જુનસિંહ ગઢવી ના દબદબા સામે PI અને PSI પણ નતમસ્તક હોવાની ચર્ચા

હેડ કોન્સટેબલ અર્જુન ગઢવીને કોના આશીર્વાદ..!! પોલીસકર્મીની સંદિગ્ધ હિલચાલ મેઘરજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અજાણ..?

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સ્વચ્છ અને પ્રામાણિક
છબી ધરાવે છે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખાખીની આડમાં બુટલેગરની ભૂમિકા બજાવતા હોવાનું સતત બહાર આવતા તેમની સ્થિતિ કફોડી બની છે છેલ્લા બે વર્ષમાં દારૂની હેરાફેરી, સંગ્રહ કરવામાં અને બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવતા 23 પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેકટર અને પોલીસકર્મીઓ સસ્પેન્ડ થઇ ચુક્યા હોવા છતાં ખાખીમાં રહેલા બુટલેગરોથી પોલીસતંત્ર બદનામ થઇ રહ્યું છે
દારૂબંધીનો કડક અમલવારી કરાવવાની જેના માથે જવાબદારી છે તે પોલીસકર્મીઓ જ બુટલેગર બની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇકો સ્પોર્ટ્સ કારમાં વિદેશી દારૂની ખેપ મારવા જતા એક બાઈક ચાલકને અડફેટે લીધા પછી ટાયર ફાટી જતા કાર પંચાલ રોડ પર ઉભી રાખી દીધી હતી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જતીન અને વિજય નામના પોલીસકર્મીઓ અન્ય કાર લઈને પહોંચી ઇકો સ્પોર્ટ્સમાં રહેલો દારૂનો જથ્થો કારમાં મૂકી ત્રણે પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ખાખીમાં રહેલા બુટલેગરો સામે રોષ ફેલાયો હતો જે અંગેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા

અરવલ્લી હેડ કોન્સટેબલ અર્જુનસિંહ કકલદાન ગઢવી (બ.નં-10), જતીન રાકેશ (બ.નં-0658) અને વિજય ગોબર (બ.નં-692) SP સંજય ખરાતે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા દારૂની હેરાફેરીની સીસીટીવી રેકોર્ડિંગનું એનાલિસિસ કરી વીડિયોમાં દેખાતા હેડ કોન્સટેબલ અર્જુનસિંહ કકલદાન ગઢવી (બ.નં-10), જતીન રાકેશ (બ.નં-0658) અને વિજય ગોબર (બ.નં-692) ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરી દીધા હતા જીલ્લા પોલીસવડાની શખ્ત કાર્યવાહી થી પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે

संबंधित पोस्ट

રાજકોટ તેમજ ભાવનગર ડીવિઝનની ૦૬ ટ્રેનમાં મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈને વધારાના કોચ લગાવાશે

Karnavati 24 News

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

Karnavati 24 News

જંબુસરમાં મોડી રાતે બે મકાનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી

Karnavati 24 News

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

Karnavati 24 News

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News