(જી.એન.એસ) તા૧૩
સુરત,
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ઉધનામાં રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં 5-6 ફૂટ પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતાં મોત થયું છે. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 8 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે. ઘટના કેવી રીતે ઘટી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.