(જી.એન.એસ) તા. 4
વડોદરા,
ભારતીય માનક બ્યૂરો દ્વારા (ISI) માર્ક લગાડ્યા વિના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ બનાવવા વાળી યુનિટ મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી., સર્વે નં-1691 બી.12,વડોદરા, સાવલી હાલોલ રોડ, શેરપુર, વડોદરા, ગુજરાત -391520ની ઉપરની તારીખ 03-04-25ના દીને છાપામારી દરમિયાન મેસર્સ ગ્રીનપ્લાય સમેટ પ્રા.લી. પાસે 311 બોક્સ (ISI) માર્ક લગાડ્યા વિનાના ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ જપ્ત કરવામાં આવી. ઉપરોક્ત યુનિટ પાસ ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું બી આઈ એસ લાયસન્સ હોવા છતાં વિના આઈ એસ આઈ માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન કરતા હતા. વિના આઇ એસ આઇ (ISI) માર્ક ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન થઈ શકે નહી. જેથી ઉરોક્ત યુનિટમાં છાપામારી કરવામાં આવી.
વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય, ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગના આદેશની સંખ્યા CG-DL-E-08052024-254115 તારીખ 02 મૅ 2024 ફરજિયાત કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ (ગુણવંતા નિયંત્રણ) આદેશ -2024ના અંતર્ગત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડની ઉપર આઇ એસ આઇ (ISI) માર્ક 02-11-2024 પછી ફરિજિયાત કરવા માં આવ્યું છે, અર્થાત કોઈ પણ ઉત્પાદન અથવા વ્યાપારી વગર આઈ એસ આઈ માર્ક ચિહ્નિત ટેલિસ્કોપિક બોલ બેયરિંગ ડ્રોર સ્લાઇડ નું ઉત્પાદન, વિક્રમ અને સંગ્રહ નથી કરી શકાતું. આ માટે ભારતીય માનક બ્યૂરો અધિનિયમ,2016ના અનુચ્છેદ 17 કે પ્રતિબંધની કાર્યવાહીની રજૂઆત, તે વર્ષ સુધી ગુનાહીત છે જે અંતર્ગત બે વરસ નો કારાવાસ અથવા ફક્ત 200000/- આર્થિક દંડ અથવા બંનેનો કાનુન છે.
ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યૂરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.