પોરબંદર પીજીવીસીએલ વર્તુ કચેરી હેઠળ પાંચ દિવસીય વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાતા ૧ કરોડ પ લાખની વીજચોકી ઝડપાઇ હતી. ગેરરીતી કરનારને દંડનીય પુરવણી બીલો પીજીવીસીએલ મારફત જ આપવામાં આવેલ છે. જેના કારણે વીજચોરી કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
પીજીવીસીએલ કચેરી દ્વારા સમયાંતરે વીજ ચેકીંગ ડ્રાઇવોનું આયોજન કરવામાં આવે છે અને આ ડ્રાઇવ અંતર્ગત વીજ ચોરી કરનારાઓને દંડ ફટકારવામાં આવે છે. પોરબંદર પીજીવીસીએલે આપેલી માહિતી મુજબ તા.૧૮ એપ્રિલથી રર એપ્રિલ દરમિયાન પીજીવીસીએલ નીગમીત કચેરીના વિઝીલન્સ વિભાગની સૂચના મુજબ કોર્પોરેટર ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર વર્તુ કચેરી હેઠળની પોરબંદર કોસ્ટલ, બગવદર, રાણાવાવ, રાણાકંડોરણા, કુતિયાણા, ચોરવાડ, માંગરોળ ગ્રામ્ય, માધવપુર, કેશોદ શહેર, કેશોદ ગ્રામ્ય, માળિયા પેટા વિભાગીય કચેરીઓ હેઠળ આવતા ફિડરોમાં વધુ વીજ લોસ ધરાવતા ફિડરોના વિસ્તરોમાં ચેકીંગ ડ્રાઇવનું આયોજ કરવામાં આવેલું હતું. આ ચેકીંગ એસઆરપી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. જે અન્વયે રહેણાંક હેતુના પ૦૬૦ જોડાણો, વાણિજ્ય હેતુના ર૭૦ વીજ જોડાણો અને ખેતીવાડીના ૩પ૬ વીજ જોડાણો ચેક કરવામાં આવેલા હતા. જેમાંથી રહેણાંક હેતુના પપ૪ વીજજોડાણોમાં, વાણિજ્ય હેતુના ૩૪ વીજ જોડણોમાં અને ખેતીવાડીના ૪૬ વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા સદર ગેરરીતી કરનારને ૧૦પ.૯૧ લાખના દંડનીય ચુકવણીના બીલો પીજીવીસીએલ મારફતે આપવામાં આવેલ છે. આ ચેકીંગ ડ્રાઇવ દરમિયાન વીજચોરી કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં પીજીવીસીએલ પોરબંદર વર્તુ કચેરી હેઠળ વીજ લોસનું પ્રમાણ વધવા પામેલ હોય જેથી વીજચોરીને કારણે તંત્રને ભોગવવો પડતો હોય જેના કારણે વીજ લોસ ઘટાડવા સતત વીજ ચેકીંગ ડ્રાઇવો યોજવામાં આવી રહી છે. પાંચ દિવસ ચાલેલી આ વીજ ચેકીંગ ડ્રાઇવના કારણે ૧ કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ છે.
