Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બેરાજા ગામે મજુર યુવતીએ ઝાડ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો



(જી.એન.એસ) તા૧૩

જામનગર,

જોડિયા તાલુકાના બેરાજા ગામે ખેતમજુરી કરતી યુવતીના ભાઈએ પિતાની સારવાર માટે નાણા માગતા યુવતીએ પૈસા આપવાની ના પાડતા ભાઈએ સંબંધ કાપી નાખ્યો હતો. આથી હતપ્રભ બનીને  યુવતીએ લીમડાના ઝાડમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું. જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની ૧૯ વર્ષની યુવતીએ ગઈકાલે  વાડીમાં લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઈ નેહડાએ પોલીસને જાણ કરતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છેઅને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભાવિશાબેનના પિતાને વતનમાં સારવારની જરૃરિયાત હોવાથી તેના ભાઈ અરવિંદભાઈએ શિષ્યવૃત્તિના જમાં થયેલા પૈસા માંગ્યા હતા. તે પૈસા પોતે પહોંચાડી શકે તેમ હોવાથી પોતાના ભાઈને પૈસા આપવાની ના પાડતાં તેનો ભાઈ નારાજ થયો હતોઅને પછી માવતરે આવતી નહીંતેમ કહી સબંધ કાપી નાખતાં તેણીને મનમાં લાગી આવ્યું હતુંઅને ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે જોડિયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

संबंधित पोस्ट

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર-23માં મોડી રાતે આગના બે બનાવ, કોર્ટ પાસે ઝૂંપડામાં લાગી આગ, યોગેશ્વર ફ્લેટમાં મીટર બોક્સ ભભકી ઊઠ્યું

Admin

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

કચ્છના ભચાઉમાં એક ટ્રક ચાલકે ગાડીને ટક્કર માર્યા બાદ બાઇકચાલકને અડફેટે લેતાં યુવકનું મોત

Gujarat Desk

ભરૂચ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી; 29મી માર્ચે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી

Gujarat Desk

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News
Translate »