Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભરૂચ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી; 29મી માર્ચે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી



ભરૂચમાં માનવ અંગો મળી આવવા મામલે થયો મોટો ઘટસ્ફોટ

(જી.એન.એસ) તા.1

ભરૂચ,

ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30 માર્ચે) થોડે દૂર ગટરમાંથી અન્ય અંગ મળ્યા હતા. ત્યારેબાદ 31મી માર્ચે ગટરમાંથી માનવ મૃતદેહનો હાથ મળી આવ્યો હતો. 

આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતા આ માનવ શરીરના અંગોના રહસ્યનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ માનવ અંગો શ્રવણ ચોકડી નજીક રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ સ્થળો પરથી મળી આવેલ માનવ શરીરના અંગો દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરતો અને શ્રવણ ચોકડી પાસે રહેતા સચિન ચૌહાણના હોવાનું સામે આવ્યું હતું. મૃતક ગુમ થયાની ફરિયાદ પણ 29મી માર્ચે નોંધાયેલ હતી. 

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી માનવ શરીરના અંગો મળવાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી.

સાસરીમાં લગ્ન પ્રસંગ હોવાથી 1 માર્ચ 2025 નાં રોજ મૃતક સચિન ચૌહાણ, પત્ની પારુલબેન અને દીકરા સાથે ઉત્તર પ્રદેશ ખાતે વતનમાં ગયા હતા. જ્યાંથી મૃતક સચિને તેની પત્ની અને દીકરાને પિતાનાં ઘરે મૂકી પોતે ભરૂચ જવાનો હતો. પરંતુ, ભરૂચ ન પહોંચતા ફરિયાદીએ તપાસ આદરી હતી. દરમિયાન, મૃતકનાં ઘર પાસેથી ગટરમાંથી માનવ અંગ મળ્યા હોવાની જાણ થતાં મોહિત ચૌહાણને થતા તેઓ ભરૂચ આવ્યા હતા. માનવ અંગો પૈકી હાથની કોણી નીચેનાં ભાગ પર સચિન નામનું છૂંદણું કે જેને નાશ કરવામાં આવ્યું હતું પરંતુ, નામની બાજુમાં ત્રણ ટપકા પરથી ઓળખ થતા મૃતક સચિન ચૌહાણ હોવાનો ખુલાસો થયો હતો. હાલ ભરૂચની ઇલાબેન બીપીન રાજનાં મકાનમાં હરિધામ સોસાયટી તુલસીધામમાં રહેતા શૈલેન્દ્રસિંગ વિજય ચૌહાણે હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડનાં ચક્રોગતિમાન કર્યા છે.

संबंधित पोस्ट

મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા ૨૯ વ્યાપારી એકમ સામે કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી વસૂલાઇ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

Gujarat Desk

અમદાવાદના પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; 100 કિલોથી વધુ સોનુ જપ્ત

Gujarat Desk

સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા!

Gujarat Desk

પા-પા-પગલી પ્રોજેકટ : 3 થી 6 વર્ષના બાળકો માટે વરદાન : મનીષાબેન વકીલ

Karnavati 24 News

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News
Translate »