Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કચ્છના ભચાઉમાં એક ટ્રક ચાલકે ગાડીને ટક્કર માર્યા બાદ બાઇકચાલકને અડફેટે લેતાં યુવકનું મોત



(જી.એન.એસ) તા. 27

ભચાઉ,

કચ્છના ભચાઉમાં એક ટ્રક ચાલકે ગાડીને ટક્કર માર્યા બાદ બાઇકચાલકને અડફેટે લેતાં યુવકનું કરૂણ મોત. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાના સી.સી.ટી.વી પણ સામે આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં તો પોલીસે આ માળે અકસ્માતનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. 

આ અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉમાં એક ટ્રક ચાલકે ત્રિપલ અકસ્માત સર્જતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રેતી ભરેલો ટ્રક સામે આવી રહ્યો હતો. જેણે કાર ચાલકને અડફેટે લીધા બાદ બાઇક સવારને પણ અડફેટે લીધો હતો. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. 

રસ્તા પર અકસ્માત થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ પોલીસને બોલવામાં આવી હતી. પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે બાઇકચાલકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસ ફેલાયો

Gujarat Desk

૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કૌટુંબિક મામા દ્વારા હત્યા કરવામાં આવી

Gujarat Desk

આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં સર્ચ-ઓપરેશન

Gujarat Desk

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

Gujarat Desk

૬ કરોડ ના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ પાર્ક નું ઈ.ખાતમુહૂર્ત કરવામા આવ્યુ

Admin

તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ત.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવી

Gujarat Desk
Translate »