



અમરેલી સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. અમરેલીમાં 9.0 ડિગ્રી તાપમાન થતા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. હિમાલયમાં હિમવર્ષાને લઇને ઉત્તર ભારત સહિત રાજ્યભરમાં શીત લહેર જોવા મળી રહી છે.તીવ્ર ઠંડીને પગલે અમરેલી સહિતના સૌરાષ્ટ્રના રાજમાર્ગો રાત્રિના સૂમસામ થઇ ગયા હતા. લગ્નની સીઝન પણ પુરી થતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતુ.રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ રહ્યુ હતુ. નલિયામાં સૌથી ઠંડુ 5.4 ડિગ્રી તાપમાન જ્યારે કેશોદમાં 8.8 ડિગ્રી જ્યારે અમરેલીમાં 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.અમરેલીમાં ભારે ઠંડીને પગલે લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. અમરેલીના લાઠી, ધારી, બાબરા, રાજુલા, ખાંભા, જાફરાબાદ, લિલિયા, વડિયા સહિતના તાલુકામાં ઠંડીને પગલે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.