મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભારતીય માનક બ્યુરો (BIS)ના 78મા સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત ‘ક્વોલિટી કોન્ક્લેવ’માં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે બાળકોમાં માનકીકરણ અને ગુણવત્તાનાં ધોરણોની સમજમાં વધારો કરતી કૉમિક બુક્સનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થા દ્વારા આયોજિત માનક ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બનેલ બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપતા ક્વોલિટી, સસ્ટેનેબીલીટી અને સ્ટાન્ડર્ડાઇઝેશનની હિમાયત કરી છે. તેમણે ગુજરાતમાં ઉપભોક્તા, ઉત્પાદનો તેમજ નાગરિકોને મળતી સરકારી સેવા-સુવિધાઓમાં ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ જાળવવાના વર્ક કલ્ચરનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ @IndianStandards ના અગ્રીમ યોગદાનથી વિશ્વકક્ષાની ગુણવત્તાયુક્ત સેવા-સુવિધા, ઉત્પાદનો દ્વારા વિકસિત ભારત માટે કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.