Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यપ્રદેશ

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

નિમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર-ચાણસ્મા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે એઈડ્સની ભયાનકતા અને તેના નિવારણના ઉપાયો વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. નોંધનીય છે કે રાષ્ટ્રીય સેવા યોજના અને રેડ રિબિન ક્લબના ઉપક્રમે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ભગિની સમાજ, પાટણના મંત્રી ડો. લીલાબેન સ્વામી દ્વારા આ વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે એઇડ્સ જનજાગૃતિ વિષય પર પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આર્જવ સુથાર પ્રથમ, દેવાંગ દરજી દ્વિતીય અને એકતા પારેખ તૃતીય ક્રમે વિજેતા થતાં તેમને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન ડો. જિતેન્દ્રકુમાર.વી.પટેલે કર્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. રોહિતકુમાર એન.દેસાઈ, ભગિની સમાજ, પાટણના પ્રમુખ શ્રીમતિ વાલીબેન પટેલ, રેડ રિબિન ક્લબના સંયોજક ડો. વર્ષાબેન સી.પટેલ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જે.વી.પટેલ, અધ્યાપકો અને કોલેજના સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News

રાજ્યમાં આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, 8 ઓગષ્ટ પછી ભારે વરસાદ

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી

Gujarat Desk

આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય આપનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય: શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk

પતિની શંકાને પગલે કંટાળીને પત્નીએ પોતાની 2 વર્ષની બાળકની હત્યા કરી 

Gujarat Desk
Translate »