(જી.એન.એસ) તા.૭
રાજકોટ,
રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલાની એસીબીએ કરી ધરપકડ રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવપ્સિટી પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાની એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીનો મોબાઈલ ખોવાઈ જતા તેણે ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ મળી જતા ફરિયાદી મોબાઈસ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અનીતાબેન વાઘેલાએ મોબાઈલ ફોન પરત આપવા રૂ.1,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગ રૂમમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.1,000 ની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.