મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં વર્ષ 2025માં ચાર મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી ઉજવવાના હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.
સંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના 75મા વર્ષની ઉજવણી અને કટોકટીના 50 વર્ષ, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી તેમજ શ્રી અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મ જયંતી વર્ષની રાજયમાં સીમાચિન્હરૂપ ઉજવણીને પરસ્પર સાંકળી લઈને સમગ્રતયા ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સહિત 28 સભ્યોની કમિટીને મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.