આ બજેટ દ્વારા સરકાર શું કહેવા માગે છે?
[1] હે યુવાનો ! નોકરી મળશે નહીં. તમે છૂટમૂટ કામ કરીને દસ-પંદર હજાર કમાઈ લો. અથવા પ્રાઇવેટ કંપનીમાં દસ-પંદર હજારની બાર કલાકની નોકરી કરી તમારી જાતને શોષણ માટે તૈયાર કરો.
[2] નોકરી મળવાની નથી એટલે તમે ભાજપની રેલીમાં આવી બે પૈસા કમાવ. અથવા કોઈ બાહુબલિના લઠૈત બની જાવ. કુંભમાં જઈ સ્વર્ગ પ્રાપ્ત કરો. કાવડ યાત્રા કરો. લીલી પરિક્રમા કરો.
[3] મહિલાઓ ! મોંઘવારી ઘટવાની નથી. ઓછા રુપિયામાં ઘર ચલાવતા શીખી જાવ. અથવા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરી શોષણ માટે તૈયાર રહો.
[4] નોકરિયાતો ! પેન્શનરો ! તમારી આવક 12 લાખથી વધે નહીં એનું ધ્યાન રાખો. બેંકમાં એફડી ન કરાવો. એનું વ્યાજ આવકમાં ગણાશે અને આવક વધી જશે તમારે ટેક્ષ ભરવો પડશે.
[5] એફડી ન કરાવો. ઘરમાં પૈસા રાખો. ચોરને ચોરી કરવાની તક મળશે. એને રોજગારી મળશે.
[6] બચત ન કરો. જેટલા કમાવ એટલા ફૂંકી મારો. હરો ફરો ખાઓ પીઓ. પૈસા વાપરો. એનાથી કંપનીઓનો માલ વેચાશે. અમીર અમીર બનશે. તમને પૂણ્ય મળશે.
[7] ફરવા જાઓ. હોટેલ ઉદ્યોગ ધમધમશે. ટુર અને ટ્રાવેલ્સ કંપનીઓ કમાશે. એરલાઇન્સ કંપનીઓ કમાશે.
[8] કપડા ખરીદો. શુઝ ખરીદો. ગારમેન્ટ ઉદ્યોગને વેગ મળશે. ચર્મ ઉદ્યોગ વિકસશે.
[9] હોટેલ રેસ્ટોરન્ટમાં જાવ. ખૂબ ખર્ચ કરો. એમના ધંધા ચાલશે. તમે માંદા પડશો. ડોક્ટર હોસ્પિટલ અને દવા કંપનીઓ ખૂબ નફો કમાશે. તમારા દરેક ખર્ચ/ લોન/ વીમા પોલિસી/ પ્રિમિયમ સાથે સરકારને ગજબનો GST મળશે !
[10] બિમારી માટે એફડી ન રાખો. હેલ્થ ઈન્સ્યોરન્સ લો. એનાથી ઈન્સ્યોરન્સ કંપનીઓ નફો કરશે. વીમો લીધા પછી પણ ઈન્સ્યોરન્સ કંપની તમારું હોસ્પિટલ બિલ ન ચૂકવે તો વ્યાજખોરો પાસેથી માસિક બે ત્રણ ટકા (વાર્ષિક 24-36%) ના દરે વ્યાજે પૈસા લો. વ્યાજખોરો હેરાન કરે તો પોલીસ ને ફરિયાદ કરો. બે પૈસા પોલીસને કમાવા મળશે. સહન ન થાય તો આત્મહત્યા કરો. દેશની વસતિ ઘટશે.
[11] કાર અને મકાન લેવા કે બાળકો ને ભણાવવા, પરણાવવા બચત ન કરો. એ માટે લોન આપતી કંપનીઓ પાસે જાવ. એમને ધંધો કરાવો. જો લોન ન મળે તો બાળકો ને ભણાવો નહીં. અભણ યુવાનો કોર્પોરેટ કંપનીઓ માટે સસ્તા મજૂરો પૂરા પાડશે.
[12] ટૂંકમાં સાહેબ એમ કહેવા માંગે છે કે અચ્છે દિન આને વાલે નહીં હૈ ! આ દેશની પરિસ્થિતિ સુધારવાની નથી. મોંઘવારી, ગરીબી, બેરોજગારી, શોષણ, અસમાનતા, અસુરક્ષા ઘટવાની નથી. એ બધુ વધશે જ. તમે ક્રાંતિ માટે તૈયારી કરો. સાહેબ ક્રાંતિને પ્રોત્સાહન આપવા માગે છે. બોલો, છે ને સાહેબ, ક્રાંતિકારી? [સૌજન્ય : અનિલ સિનોજિયા, પૂર્વ એડિશનલ કલેક્ટર. 3 ફેબ્રુઆરી 2025]