Hocco રેસ્ટોરન્ટ ગ્રાહકોને મૂરખ બનાવે છે !
અમદાવાદ વસ્ત્રાપુર લેક સામે Hocco રેસ્ટોરન્ટ છે. હોક્કોનું અગાઉનું નામ ‘Havmor’ હતું. બ્રાન્ડ નેઈમના કારણે કાઉન્ટર પર પૂછ્યું કે વોશરૂમ છે? જવાબ મળ્યો કે “નથી, બહાર બિલ્ડિંગના પાછળના ભાગે કોમન છે !”
Google મુજબ, Hoccoના માલિક Pradeep Chona/ Ankit Chona છે. આ કંપની 1944માં બની હતી અને તેની રજીસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે હતી. ચાલુ નાણાકીય વર્ષમાં, માર્ચ 2025 સુધી રુપિયા 200 કરોડની આવક મેળવવાનું લક્ષ્ય કંપનીએ નક્કી કરેલ છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર રુપિયા 450 કરોડનું છે. Hocco Eatery, 1944 The Hocco Kitchen, Hocco Ready-to-Eat, Huber & Holly અને Hocco Ice Cream નામથી 100+ આઉટલેટ્સ સાથે કંપની ભારતમાં તથા અમેરિકામાં દરેક ગ્રાહક સાથે અત્યંત ઇમાનદારીથી ધંધો કરે છે; તેમ કંપની જણાવે છે.
વસ્ત્રાપુર Hoccoનો ફોટો મોબાઈલમાં લઈને ત્યાંથી રવાના થઈ સીંધુભવન સામે ‘1944 The Hocco Kitchen’માં ગયા, ‘છોલે ચણા મસાલા’ની મજા માણી. અહીં વોશરૂમની સગવડતા હતી.
થોડાં પ્રશ્નો : [1] આટલી સારી બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં જો વોશરૂમ ન હોય તો અમદાવાદની અન્ય રેસ્ટોરન્ટની શું સ્થિતિ હશે?
[2] વસ્ત્રાપુરની આ હોક્કો રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશને ક્યા આધારે લાયસન્સ આપ્યું હશે?
[3] વસ્ત્રાપુર વિસ્તારમાં લોકો શિક્ષિત, ધંધાદારી, નોકરિયાત રહે છે. તેમને પણ આ રેસ્ટોરન્ટમાં વોશરૂમની સગવડ નથી, તે અંગે કોઈ ફરિયાદ નહીં હોય?
[4] જાગૃત નાગરિક બિનીત મોદીએ રેસ્ટોરન્ટ મેનેજર, બ્રાન્ડ એડમિન, માલિક-સંચાલકો અને અમદાવાદ શહેરના ચીફ ફાયર ઑફિસરને 6 મહિના પહેલાં ફરિયાદ કરેલ કે ‘વસ્ત્રાપુર સ્થિત Hocco રેસ્ટોરન્ટનો કિચન સ્ટાફ ભયજનક સ્થિતિમાં કામ કરે છે. અત્યંત સાંકડા કિચનમાં ત્રણ, ચાર ગેસ સ્ટવ અને હાઈ પાવર ઇલેક્ટ્રિક પ્લેટ વચ્ચે કામ કરતા કિચન સ્ટાફ માટે વેન્ટિલેશન નથી. રસોડામાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો, બારણું વોટર એરકુલરથી હંગામી ધોરણે બંધ કરેલું છે.’ આ ફરિયાદ સાથે પરિસ્થિતિ વર્ણવતા ફોટા, વિડિયો પણ મોકલ્યા; પરંતુ પરિણામ -બીગ ઝીરો ! ફાયર વિભાગ સ્થળ પર એક નોટિસ ચોંટાડી ગયું જેને કલાક પછી સ્ટાફે ફાડી નાંખી ! શું મ્યુનિસિપલ કોર્પોરેશન આપેલું લાયસન્સ કેન્સલ ન કરી શકે?
[5] દિવ્યાંગ વ્યક્તિઓ આ રેસ્ટોરન્ટમાં આવે ત્યારે તેમને વોશરૂમના અભાવે કેટલી મુશ્કેલી પડે?
[6] Hocco કંપની પોતાની શાખાઓનું ઇન્સ્પેક્શન કરતી નહીં હોય? બેકાળજી/ ગુનાહિત બેદરકારી કંપનીને દેખાતી નહીં હોય? વાર્ષિક રુપિયા 450 કરોડનું ટર્નઓવર કરતી કંપની વોશરૂમની વ્યવસ્થા ન કરી શકે? સીંધુભવન સામે ‘1944 The Hocco Kitchen’માં વોશરૂમની વ્યવસ્થા કરી તો વસ્ત્રાપુર Hoccoમાં વોશરૂમની વ્યવસ્થા કરવામાં કંપનીને શું બળ પડતું હશે?
આ લેખ અમે